Saturday, January 26, 2008

આ હાથનો કમાલ...!, (ગઝલ) - પરેશ કળસરિયા

આ હાથનો કમાલ
(ગઝલ)

આ હાથનો કમાલ, કોઈ પૂછશો નહિ !
તલવાર છે કે ઢાલ? કોઈ પૂછશો નહિ !

જેનાં ખયાલમાં ન રહ્યો કોઈનો ખયાલ,
કોનો હતો એ ખ્યાલ? કોઈ પૂછશો નહિ !

આવ્યો વિચાર શું કે મળી ને ઢળી નજર?
એ શર્મથી છે લાલ, કોઈ પૂછશો નહિ !

જે થઈ ગયું એ થઈ ગયું ભૂલી ગયો છું હું,
તો શું થયું'તું કાલ? કોઈ પૂછશો નહિ !

જેની દરેક પળ હતી વર્ષો સમાન, એ-
વિતાવ્યા કેમ સાલ? કોઈ પૂછશો નહિ !

- પરેશ કળસરિયા
E-Mail:
paresh_kalasariya@yahoo.com

No comments: